શાહિદ આફ્રિદીએ કર્યો ખુલાસો, કહ્યું- આ ભારતીય ખેલાડીએ આપ્યું છે મને 'બૂમ-બૂમ' નિક નેમ
આ ઉપરાંત તેની બૉલિંગની વાત કરીએ તો આફ્રિદીએ વનડેમાં 395 વિકેટ, ટેસ્ટમાં 48 વિકેટ અને ટી-20માં 98 વિકેટ પોતાના નામે કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહિદ આફ્રિદએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો. તેને પોતાના દેશ માટે રમતા 398 વનડે, 99 ટી-20 અને 27 ટેસ્ટ મેચમાં યોગદાન આપ્યું છે. વનડેમાં આફ્રિદીએ 6 સદી અને 39 અડધી સદીની મદદથી 8,064 રન બનાવ્યા છે. વળી, ટેસ્ટમાં 5 સદી અને 8 અડધી સદી ફટકારીને 1,716 રન બનાવી ચૂક્યો છે.
વિસ્ફોટક બેટ્સમેનને જ્યારે ફેન્સે ટ્વીટર પર પુછ્યું કે તમને 'બૂમ-બૂમ' નામ ક્યાં અને કેવી રીતે મળ્યું તો તેમને ટ્વીટ કરને જવાબ આપ્યો. આફ્રિદીએ ફેન્સને ટ્વીટર પર કહ્યું કે, મને 'બૂમ-બૂમ' ટાઇટલ પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રીએ આપ્યું. ઉલ્લેખનીય છે કે, હાલમાં રવિ શાસ્ત્રી ભારતીય ટીમના હેડ કૉચ છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાની ઘાતક ઓલરાઇન્ડર શાહિદ આફ્રિદીએ ઘણા લાંબા સમયબાદ એક મોટો ખુલાસ કર્યો છે. આ ખુલાસો તેને પોતાના આક્રમક મિજાજને લઇને પાડેલા બૂમ બૂમ નામને લઇને કર્યો છે. લોકો તેને ક્રિકેટમાં 'બૂમ-બૂમ' આફ્રિદીના નામથી ઓળખે છે. આફ્રિદીના નામે અનેક રેકોર્ડ છે જેમાં 37 બૉલમાં સદી ફટકારવાનો રેકોર્ડ પણ સામેલ છે. હવે આફ્રિદીએ પોતાના 'બૂમ-બૂમ' નામ વિશે ખુલાસો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -