આફ્રિદીએ આઇસીસીના ટ્વીટ પર રિટ્વીટ કરતાં લખ્યુ કે, 'અભિનંદન, વિરાટ કોહલી તમે એક મહાન ખેલાડી છો, હું કામના કરવા ઇચ્છુ છુ કે તમે દુનિયાભરના ક્રિકેટ ફેન્સને આવુ જ મનોરંજન કરતા રહો.'
ઉલ્લેખનીય છે કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટી20 મેચમાં આફ્રિકાએ ભારતને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જવાબમાં ભારતીય ટીમ 19 ઓવરમાં વિરાટની બેટિંગના સહારે 151 રન કરીને જીતી ગઇ હતી.
આ ઇનિંગ બાદ આઇસીસીએ કોહલીને લઇને એક ટ્વીટ કર્યુ હતુ. આઇસીસીએ કોહલીના એવા આંકડાઓને બતાવ્યા જેમાં તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 50 કે તેનાથી વધુ એવરેજથી રન બનાવનારો દુનિયાનો એકમાત્ર બેટ્સમેન બની ગયો હતો.