ઇસ્લામાબાદઃ શ્રીલંકાના સીનિયર ક્રિકેટરોએ પહેલાથી જ પાકિસ્તાન ટૂર પર જવાની ના પાડી દીધી છે. આ વાતને લઇને પાકિસ્તાન ભારત પર આરોપ લગાવી રહ્યુ છે. હવે આ મુદ્દે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ દાવો કર્યો છે કે આઇપીએલના કારણે શ્રીલંકન ક્રિકેટરો પાકિસ્તાનમાં રમવા નથી આવતા, તેમના ના આવવા પર આઇપીએલ ફ્રેન્ચાઇઝીનુ દબાણ છે.

આફ્રિદીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, શ્રીલંકના સીનિયર ખેલાડીઓનુ પાકિસ્તાન ના આવવુ તેના પર આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓનું દબાણ છે. આફ્રિદીએ કહ્યું કે, શ્રીલંકન ખેલાડીઓ પીસીએલ રમવા માગે છે પણ તેમના પર આઇપીએલ ટીમના માલિકોનું દબાણ છે, જેના કારણે તે પીસીએલ નથી રમી શકતા.


આફ્રિદી બફાટ કરતાં કહ્યું કે, પાકિસ્તાનમાં જઇને રમવા ઇચ્છતા ખેલાડીઓને તેમના સાથી ખેલાડીઓ કહે છે કે, તેઓ પીસીએલ રમશે તો તેમને આઇપીએલ કૉન્ટ્રાક્ટ નહીં મળે.



નોંધનીય છે કે, શ્રીલંકા ટીમ 27 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી પાકિસ્તાન પ્રવાસે જશે, આ દરમિયાન 3 વનડે અને 3 ટી20 મેચો રમશે.