મહેન્દ્રસિંહ ઝાલાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, મારું નામ છગન મકવાણા છે હું અહીંયા મારી ગાડી લેવા માટે આવ્યો હતો. જોકે પાછળથી ખુલાસો થયો હતો કે છગન મકવાણા SRP ક્લાર્ક છે.
ઘંટેશ્વર SRPમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં ઝાલા છગન બનીને ભાગગી ગયા હતાં. તેમના પગ કાદવથી લથબથ જોવા મળ્યાં હતાં. મહેન્દ્રસિંહ ઝાલા જ્યારે દિવાલ કૂદીને ભાગવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે ખેતરમાં કાદવામાં પડ્યાં હતાં.
કાદવમાં પડતાં જ તેમના પગ કાદવથી લથબથ થઈ ગયા હતા. પોલીસે આ પાર્ટીમાંથી ઝડપેલા 10 લોકો પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જેમાંથી 5 લોકો પાસે પરમીટ હતી.