સચિન પણ ન કરી શક્યો તે વિરાટે કરી બતાવ્યું, જાણો કોણે કોહલીને ગણાવ્યો ‘વિરાટ’
વોર્ને કોહલીની પ્રશંસા કરતા કહ્યું કે, ‘મેં અત્યાર સુધી જેટલા પણ ક્રિકેટર્સની રમત જોઈ છે તેમાં વિરાટ એટલો જ શ્રેષ્ઠ છે જેટલા દુનિયાના અન્ય ક્રિકેટર્સ. તે શાનદાર અને ઉમદા ક્રિકેટર છે. મને તેની એનર્જી અને તેનું ઝનૂન ખૂબ પસંદ છે. મને પૂરો વિશ્વાસ છે કે, તે જ્યારે આગામી 10 વર્ષ અથવા તેનાથી વધુ વર્ષ બાદ ક્રિકેટ છોડશે ત્યારે લોકો તે જ અંદાજમા તેની પ્રશંસા કરશે જે રીતે સચિનથી થતી હતી.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોર્ન પૂરા સન્માન સાથે માને છે કે, તે જ્યારે ક્રિકેટ રમતો હતો ત્યારે સચિન તેંડુલકર અને બ્રાયન લારા દુનિયાના બે શ્રેષ્ઠ બેટ્સમનો હતા. વોર્ને વર્તમાન સમયના બે શ્રેષ્ઠ ક્રિકેટરો તરીકે વિરાટ કોહલી અને એબી ડિ વિલિયર્સના નામ લીધા.
વોર્ને જણાવ્યું કે, ‘હું માનું છું કે, જે રીતે વિરાટ રમે છે અને વન-ડે ક્રિકેટમાં જે નંબરે બેટિંગ માટે આવે છે, તેને ધ્યાનમાં રાખીને તમે તેની સેન્ચુરીની સંખ્યા જુઓ. મને નથી લાગતું કે, વિરાટ સિવાય આવું બીજા કોઈએ કર્યું છે. આવું કારનામું તો સચિન પણ કરી શક્યો નથી.’
વોર્ને સચિન અને વિરાટની તુલના વન-ડેમાં સક્સેસફુલ રનચેઝ કરવાના સંદર્ભે કરી. વન-ડેમાં રન ચેઝ કરતી વખતે વિરાટના નામે 19 સદીઓ છે, આ બાબતમાં તેંડુલકરના નામે 17 સેન્ચુરી છે. આ ઉપરાંત વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સદીના મામલે કોહલી 35 સદી સાથે બીજા સ્થાને છે. સચિન 51 સદી સાથે આ લિસ્ટમાં ટૉપ પર છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ખૂબ વખાણ કર્યા છે. વોર્ને તો ત્યાં સુધી કહ્યું કે કોહલીએ આંતરરાષ્ટ્રીય મેચમાં એ સિદ્ધી મેળવી છે જ્યાં સુધી સચિન તેંડુલકર પણ નથી પહોંચી શક્યા. નોંધનીય છે કે, વનડે મેચમાં ટાર્ગેટનો પીછો કરતાં રમવામાં આવેલ ઇનિંગ પર ચર્ચા કરતાં વોર્ને આ વાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -