શેન વોટસનની 'ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એસોસિએશન'ના અધ્યક્ષ તરીકે નિમણૂક
abpasmita.in | 12 Nov 2019 04:40 PM (IST)
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસનની 'ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એસોસિએશન' ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસનની 'ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એસોસિએશન' ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. શેન વોટસનની નિમણૂક ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એસોસિએશનની સોમવારે રાત્રે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં કરવામાં આવી હતી. શેન વોટસને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એસોસિએશનના અધ્યક્ષ તરીકે પોતાની નિમણૂક થયા બાદ ટ્વીટ કરતા કહ્યું, 'હું ACAનો અધ્યક્ષ પસંદ થવાથી ગર્વનો અનુભવ કરી રહ્યો છું કારણ કે ભવિષ્યમાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ હશે. મારે તે લોકોના મહત્વના કાર્યોને આગળ વધારવાના છે જેણે આ પહેલા ભૂમિકા નિભાવી હતી. હું આ તક મળવાથી ઉત્સાહિત છું. શેન વોટસને ઓસ્ટ્રેલિયા તરફથી 59 ટેસ્ટ, 190 વનડે અને 58 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી સતત સારૂ પ્રદર્શન કરતો રહે છે.