ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી શેન વોટસનનું ઇન્સ્ટાગ્રામ હેક, અશ્લિલ પોસ્ટ શેર કરાઈ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Oct 2019 03:45 PM (IST)
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી શેન વોટસનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે. વોટસનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી છેલ્લા 45 મિનિટમાં લગભગ 24 અશ્લીલ પોસ્ટ્સ શેર કરવામાં આવી છે.
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી શેન વોટસનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે. વોટસનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી છેલ્લા 45 મિનિટમાં લગભગ 24 અશ્લીલ પોસ્ટ્સ શેર કરવામાં આવી છે. વોટસન હાલ ભારતમાં છે. વોટસનના એકાઉન્ટ પરથી 21 કલાક પહેલા એક ઇવેન્ટનો ફોટો શેર કરવામાં આવ્યો હતો. જેના પછી આજે તેનું ઓફિશિયલ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. વોટસનના તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 1.3 મિલિયન ફોલોઅર્સ છે. ચેન્નાઇમાં કાર્યક્રમ દરમિયાન મહેન્દ્રસિંહે ધોનીની નિવૃત્તિ અંગે ચાલી રહેલી ચર્ચા પર પણ વાત કરી હતી. વોટસન ઈન્ડિયન પ્રીમિયર લીગ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ રમનારા વોટસને કહ્યું કે, ધોનીએ ક્યારે નિવૃત્ત થવું જોઈએ તે નિર્ણય તેમને છોડી દેવો જોઈએ.