ઓસ્ટ્રેલિયાના આ બેટ્સમેને વન ડેમાં છેલ્લી 8 ઈનિંગમાં ફટકારી છે 4 સદી, છતાં જીતાડી શક્યો નથી મેચ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Jan 2019 08:09 AM (IST)
1
જ્યારે તે પહેલા તેણે ઈંગ્લેન્ડ સામે જ 131 રનની ઈનિંગ રમી હતી. જેમાં પણ ઓસ્ટ્રેલિયાની 38 રને હાર થઈ હતી. આમ છેલ્લી 4 સદી શોન માર્શ કે ઓસ્ટ્રેલિયાની ટીમને ફળી નથી.
2
સિડનીઃ ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન શોન માર્શ શાનદાર ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લી 8 મેચ પૈકી 4 મેચમાં તેણે સદી ફટકારી છે. પરંતુ જ્યારે પણ તેણે સદી ફટકારી છે ત્યારે ઓસ્ટ્રેલિયાનો વિજય થયો નથી. એડિલેડમાં પણ તેણે ભારત સામે 131 રનની ઈનિંગ રમી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ તેની મહેનત પર પાણી ફેરવી દીધું હતું. ભારતે કેપ્ટન કોહલીના 104 અને ધોનીના અણનમ 55 રનની મદદથી મેચ 6 વિકેટથી જીતી લીધી હતી.
3
આ પહેલા તેણે હોબાર્ટમાં સાઉથ આફ્રિકા સામે 106 રનની ઈનિંગ રમી હતી. જેમાં કાંગારુ ટીમનો 40 રનથી પરાજય થયો હતો. તેની પહેલા ડરહામમાં તેણે 101 બનાવ્યા હતા. જેમાં ઈંગ્લેન્ડની ટીમ 6 વિકેટથી મેચ જીતી હતી.