ધવને ચાર બેડરૂમનું ઘર અંદાજે 8.5થી 9.35 લાખ ઓસ્ટ્રેલિયન ડોલરમાં વેચવા માટે કાઢ્યું છે. રિઅલ એસ્ટેટ એજન્ટે જણાવ્યું કે, શિખર ધવનની આ પ્રોપર્ટીને લઈને લોકો ખરીદવામાં ખૂબ રસ દાખવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન મીડિયાને ઓ બ્રેન રીઅલ એસ્ટેટના ડેરેન હચીસને જણાવ્યું કે, મંગળવારે અમે આ પ્રોપર્ટી વેચવા માટે મુકી છે અને લોકો તેને ખરીદવા માટે રસ દાખવી રહ્યા છે.
આ ઘરનો શિખર ધવને એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તે ઘરની સફાઈ કરતો જોવા મળી રહ્યો છે. ધવને વીડિયોમાં લખ્યું છે કે, પત્ની એશા સાથેની આ મારી બેસ્ટ પાર્ટનરશિપ છે. અમ્મે બન્ને દરેક વસ્તુમાં એકબીજાના પાર્ટનર છીએ. બાળકોના ઉછેરથી લઈને ઘરની સફાઈ સુધી.
શિખર ધવને આ ખર 2013માં ખરીદ્યું હતું. જ્યાં તે હાલમાં પત્ની એશા ધવન અને ત્રણ બાળકો સાથે રહે છે. ચાર બેડરૂમના આ ઘરમાં ત્રણ બાથરૂમ, સ્વિમિંગ પૂલ, કીચન અને બટલ્સ પેન્ટ્રી છે. ઘરમાં ત્રણ સેપરેટ લિવિંગ ઝોન પણ છે. રીઅલ એસ્ટેટ એજન્ટે જાણકારી આપી કે 18 ઓગસ્ટના રોજ આ પ્રોપર્ટી વેચવામાં આવશે. હચીસનના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આ પ્રોપર્ટેીને લઈને 30 લોકોએ પૂછપરછ કરી છે.