જોકે ડાંગ જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે. અંબિકા નદી પર આવેલ પૂરના કારણે ધોડવહળ, સુપદહાડ, કુમારબંધ, બોરદહાડ, ચીખલદા અને સુસરદા કોઝવે પાણીમાં ગરક થતાં મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થયા છે.
ડાંગ જિલ્લામાં હાલ વરસાદે લીધો વિરામ લીધો છે. છેલ્લા 24 કલાક દરમ્યાનમાં આહવામાં 6 ઈંચ, વઘઇમાં 12 ઈંચ, સુબિરમાં 7 ઇંચ, સાપુતારામાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના કારણે કુદરતી સૌંદર્ય પણ ખુલી ઉઠ્યું હતું.
ડાંગની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા રસ્તાઓ બંધ ગયા હતા જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે શુક્રવારથી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ આગાહી કરાઈ છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.