IPL 2018: પ્લેઓફમાં નથી ધમાલ કરતું ધવનનું બેટ, આ રહ્યા આંકડા
બીજી તરફ ચેન્નાઈના ટોપ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈનાએ પ્લેઓફમાં શાનદાર રમત બતાવી છે. રૈના 14 પ્લેઓફમાં 449 રન બનાવી ચુક્યો છે. જેમાં 5 અડધી સદી પણ સામેલ છે.
મંગળવારની મેચ પહેલા ધવન ગત વર્ષે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે પ્લેઓફ મુકાબલામાં રમ્યો હતો. જેમાં તેણે 11 રન બનાવ્યા હતા.
મુંબઈઃ સનરાઈઝર્સ હૈદરાબાદે IPLની 14 લીગ મેચમાં શાનદાન પ્રદર્શન કર્યું પરંતુ ક્વોલિફાયરમાં પ્રથમ બેટિંગ કરતાં સારું પ્રદર્શન ન કરી શકી. ટીમે 14 મેચમાંથી 9 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહી હતી. લીગ સ્ટેજમાં ટીમ વતી કેન વિલિયમસને સર્વાધિક 658 રન બનાવ્યા હતા.
જ્યારે શિખર ધવને 14 મેચમાં 437 રન બનાવ્યા હતા. ચેન્નાઈ સામે ક્વોલિફાયર મુકાબલામાં ટીમને ધવન પાસેથી સારી શરૂઆતની આશા હતી. પરંતુ ધવન પ્રથમ બોલ પર જ બોલ્ડ થઈ ગયો. આમ પણ પ્લેઓફ મુકાબલામાં ધવનનું બેટ ખાસ કમાલ દર્શાવી ન શક્યું હોવાનું આંકડા કહે છે.
પ્લેઓફમાં ધવને રમેલી 9 મેચમાં માત્ર 99 રન બનાવ્યા છે. જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 82નો રહ્યો છે. પ્લેઓફમાં તેનો શ્રેષ્ઠ સ્કરો 33 રન છે. ઉપરાંત બેટિંગ સરેરાશ પણ 11ની છે.