યુવરાજની આ એક ચેલેન્જથી ઇજાગ્રસ્ત ધવન બેટ લઇને આવી ગયો મેદાનમાં, પછી શું થયુ, જુઓ વીડિયો
abpasmita.in | 19 Jul 2019 01:59 PM (IST)
હાલમાં બૉટલ કેપ ચેલેન્જ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, ધવને બેટથી બૉલ ફટકારીને બૉટલનું ઢાંકણ ખોલી નાંખ્યુ અને ચેલેન્જ પુરી કરી હતી
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર શિખર ધવન ફરી એકવાર બેટ સાથે દેખાયો, અંગુઠાની ઇજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ શિખર ધવન આરામ પર હતો, હવે તેને બૉટલ કેપ ચેલેન્જનો સ્વિકાર કરીને એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બેટ સાથે પ્રેક્ટિસ કરતો દેખાઇ રહ્યો છે. ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે 'બૉટલકેપચેલેન્જ' માટે શિખર ધવનને નિમંત્રણ આપ્યુ, ત્યારબાદ ધવને બેટ પકડ્યુ અને ચેલેન્જ પુરી કરતાં બૉટલનું ઢાંકણ ખોલ્યુ હતુ. વીડિયો હાલ જબરદસ્ત રીતે વાયરલ થઇ રહ્યો છે. ધવને એક ટ્વીટ કર્યુ છે, લખ્યું છે કે, 'યુવી પાજી, આ મારી ‘બૉટલકેપચેલેન્જ’ છે. ઇજા બાદ પહેલીવાર હુ બેટ પકડી રહ્યો છુ, વાપસી કરવાનુ સારુ લાગી રહ્યું છે.'