માહીએ બીબીસીને જણાવ્યુ કે, મને હંમેશા ફિલ્મોમાં એવા જ રૉલ ઓફર કરાતા હતા, જેમાં મોટા ભાગે સેક્સી સીન હોય, દારુડિયાનો સીન હોય કે પછી બારગર્લ તરીકે રૉલ કરવાનો હોય. આ બધુ ફિલ્મોમાં ભજવવાનું હોય ત્યારે જ મને યાદ કરવામાં આવતી હતી.
માહીએ કહ્યું કે મારી પાસે સાહેબ, બીબી અને ગેન્ગસ્ટર જેવા અનેક રૉલ આવતા હતા, પણ હવે મને કંઇક નવું કરવુ છે. માહીએ કહ્યું મને બૉલીવુડમાં 10 વર્ષ થયા છતાં મારી પસંદગીનું કામ નથી મળી શક્યુ. કેટલાય લોકો મોટા ઘરોમાંથી આવે છે. જો તમે મારો કેરિયર ગ્રાફ જોશો તો તમને ખબર પડશે કે મને ટાઇપકાસ્ટ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ માહી ગિલે મીડિયા સામે પોતાની દુઃખી વાત રજૂ કરી હતી. માહી દેવ ડી, સાહેબ બીબી ઔર ગુલામ તેમજ નૉટ અ લવ સ્ટૉરી જેવી ફિલ્મોમાં શાનદાર ભૂમિકા ભજવી ચૂકી છે.