ટીમ ઇન્ડિયામાંથી પડતો મુકાયેલો આ ખેલાડી હવે દરિયા કિનારે વાંસળી વગાડી રહ્યો છે, શેર કર્યો વીડિયો
abpasmita.in | 04 Sep 2019 02:24 PM (IST)
વર્લ્ડકપમાંથી ઇજાગ્રસ્ત થયા બાદ શિખર ધવન ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ ગયો હતો, બાદમાં એકાદ સીરીઝ રમવા આવ્યો અને હવે ફરીથી ઇન્ડિયા એ માટે મેદાનમાં ઉતરવાનો છે
નવી દિલ્હીઃ ખરાબ ફોર્મના કારણે હાલમાં ટીમ ઇન્ડિયામાંથી પડતો મુકાયેલા શિખર ધવને એક વીડિયો શેર કર્યો છે. શિખરે આ વીડિયોમાં પોતે વાંસળીના સૂર રેલાવતો દેખાઇ રહ્યો છે. આ વીડિયોને ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. ગબ્બર-ધવનના આ વીડિયોને અત્યારે સુધી 2.5 લાખથી વધુ વ્યૂઝ મળી ચક્યા છે. કેટલાક લોકોએ ગબ્બરના આ વીડિયોની પ્રસંશા કરી છે, તો કેટલાક લોકોએ તેનો ટ્રૉલ કર્યો છે. વાંસળી વગાડતા આ વીડિયોના કેપ્શનમાં ધવને લખ્યું- 'એક નવી શરૂઆત, ઝાડ, હવા, સમુદ્ર અને કેટલુક સંગીત.' ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપમાંથી ઇજાગ્રસ્ત થયા બાદ શિખર ધવન ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ ગયો હતો, બાદમાં એકાદ સીરીઝ રમવા આવ્યો અને હવે ફરીથી ઇન્ડિયા એ માટે મેદાનમાં ઉતરવાનો છે.