નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને ઘોડેસવારી કરવાનો ઘણો શોખ છે. તેની સાથે સાથે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ઘોડેસવારી કરવાનું પસંદ કરે છે. આ માટે તેણે પોતાના ફાર્મમાં ઘોડા પણ રાખ્યા છે અને તેની સાથે સમય વીતાવતો હોય તેવી તસવીરો પણ પોસ્ટ કરતો રહે છે. રવિન્દ્ર જાડેજા અને શિખર ધવનના શોખ મળતા આવે છે.



આ કારણે શિખર ધવને રવિન્દ્ર જાડેજા સાથે ઘોડેસવારી કરવાનો વાયદો કર્યો છે. પરંતુ આ માટે ધવને એક શરત રાખી છે. જાડેજાએ એક તસવીર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે. જેમાં તે બે ઘોડા સાથે નજરે પડી રહ્યો છે.  આ તસવીર પર ધવને કમેન્ટ કરી અને તેની સાથે ઘોડેસવારી કરવાનો વાયદો કર્યો છે.

શિખર ધવને જાડેજાની આ તસવીર પર કોમેન્ટ કરીને લખ્યું કે, બંને સવારી કરીશું પરંતુ કોરોના વાયરસથી હાલત ઠીક થયા બાદ.



થોડા સમય પહેલા જાડેજાએ તેનો જૂનો વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ઘોડેસવારી કરતો હતો. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પૂરો થયા બાદ શિખર ધવને પણ ઘોડા પર સવાર થઈને એક તસવીર પોસ્ટ કરી હતી. જેના કેપ્શનમાં ધવને લખ્યું હતું કે, કેટલા બોલર હતા.