રોહિત-કોહલીને પછાડી 2018નો ટી-20 કિંગ બન્યો શિખર ધવન, જાણો વિગત
શિધર ધવન રોહિત શર્મા, કોહલી અને ફખર જમાનને પછાડી વર્ષ 2018માં ટી-20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ધવનના નામે હાલમાં 646 રન નોંધાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2018માં ટી-20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં ક્રમશ: ધવન બાદ ફખર જમાન(576 રન), બાબર આઝમ(563), રોહિત શર્મા(567 રન) એરોન ફિન્ચ (527) અને કોલિન મુનરો(527 રન) સામેલ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા મેદાન પર રમાયેલી પ્રથમ ટી-20માં ટીમ ઇન્ડિયાના સલામી બેટ્સમેન શિખર ધવને આક્રમક બેટિંગ કરી 42 બોલમાં 72 રન બનાવી દીલ જીતી લીધા હતા પણ ટીમ ઇન્ડિયાને જીતાડી શક્યો નહોતો. પરંતુ ધવને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર બેટિંગ કરી વર્ષ 2018માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
2018માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના ફખર જમાનના નામે હતો. ફખરે 576 રન બનાવી આ લિસ્ટમાં ટોપ પર ચાલી રહ્યો હતો. પરંતુ હવે ધવને ટોપ સ્થાન લઈ લીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -