નવી દિલ્હીઃ ભારતનો ઓપનિગં બેટ્સમેન શિખર ધવન આઇપીએલમાં રમવા દરમિયાન વર્લ્ડકપની પણ તૈયારી કરી રહ્યો છે. ધવને કહ્યું કે, હું રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલી જેવા ધુરંધરો પાસેથી ઘણું શીખી રહ્યો છું અને તેનો ફાયદો મને 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા વિશ્વકપમાં થશે.

ધવન આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. જેનો કોચ ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ છે, જ્યારે ભારતનો પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સલાહકાર છે.

ભારત તરફથી 128 વન ડેમાં 5355 રન બનાવી ચુકેલા ધવને કહ્યું કે, રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલી સાથે કામ કરી રહ્યો છું તે નસીબની વાત છે. બંને મહાન કેપ્ટન છે. મને તેમના અનુભવમાંથી ઘણું શીખવા મળી રહ્યું છે. જેનો ફાયદો આઈપીએલની સાથે વિશ્વ કપમાં પણ થશે.

ધવને દિલ્હી કેપિટલ્સના સાથી ખેલાડી પૃથ્વી શૉની પ્રશંસા કરતાં કહ્યું કે, 19 વર્ષની વયે ભારત માટે રમવું મોટી ઉપલબ્ધિ છે. ભારત જેવા બેટ્સમેનોથી ભરેલા દેશમાં આ મોટી સિદ્ધી છે.

વર્લ્ડકપ 2019: વેસ્ટ ઈન્ડિઝે ટીમ કરી જાહેર, આ દિગ્ગજ ખેલાડીને ન મળ્યું સ્થાન