અખ્તરે તેની યૂટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે ખુલાસો કર્યો છે કે તેની ફિટનેસ અને વકાર યૂનુસની ખરાબ કેપ્ટનશિપના કારણે પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું 274 રનનો સ્કોર બનાવ્યો અને શ્રેષ્ઠ બોલિંગ આક્રમણ હોવા છતાં અમે હાર્યા હતા. આ મેચ મારા કરિયરની સૌથી નિરાશાજનક મેચ હતી. અખ્તરે કહ્યું, મેચ પહેલાની રાતે મારા ઘૂંટણમાં પરેશાની હતી. મેદાન પર રમવા માટે ઘૂંટણમાં 4-5 ઈન્જેક્શન લેવા પડ્યા હતા. ઈન્જેક્શનના કારણે ઘૂંટણમાં પાણી ભરાઈ ગયું હતા અને તેને વાંરવાર બહાર કાઢવું પડતું હતું.
અમારી ઈનિંગ પૂરી થયા બાદ મેં ટીમના સાથીઓને કહ્યું હતું કે, આપણે 30-40 રન ઓછા બનાવ્યા છે. ત્યારે તમામ ખેલાડીઓને મને જવાબ આપ્યો કે સારો સ્કોર છે. આપણે ભારતને ઓલઆઉટ કરી લઈશું. પરંતુ મને ખબર હતી કે પીચ બેટ્સમેનોને મદદગાર છે અને બીજી ઈનિંગ પણ આવી જ રહેશે. જ્યારે અમે બોલિંગ શરૂ કરી ત્યારે મને ખબર પડી કે મારો ઘૂંટણ સુન્ન થઈ ગયો છે. આ કારણે હું યોગ્ય રીતે દોડી શકતો નહોતો અને પરિણામે મારી ક્ષમતા મુજબની બોલિંગ ન કરી શકયો.
ભારતના ઓપનર્સ સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગે પ્રથમ ઓવરથી જ આક્રમણ શરૂ કરી દીધું હતું. સચિને મારી સારી ધોલાઈ કરી અને પોઈન્ટ ઉપરથી સિક્સ પણ ફટકારી હતી. મને ખબર નહોતી પડતી કે કેવી રીતે બોલિંગ કરું અને વિકેટ લઉં. દુર્ભાગ્યવશ કેપ્ટન વકાર યૂનુસે મને બોલિંગથી હટાવી દીધો. જે બાદ મને ફરી જયારે બોલિંગ આપી ત્યારે મેં શોર્ટ બોલ નાંખ્યા અને સચિનને 98 રન પર આઉટ કર્યો પરંતુ ત્યાં સુધીમાં મેચ અમારા હાથમાંથી નીકળી ગઈ હતી.
સચિને આ મેચમાં 72 રન આપીને સચિનની વિકેટ ઝડપી હતી. અખ્તરે કહ્યું, અમે ભારતને 1999 અને 2003માં હરાવી શકતા હતા, પરંતુ એમ ન કરી શક્યા. ભારત પાસેથી જીતનો શ્રેય લઈ લેવા નથી માંગતો. વિશ્વકપમાં તેઓ હંમેશા અમારાથી સારું રમ્યા હતા. મને આજે પણ હારનો અફસોસ છે.
ગુજરાતની જાણીતી ગાયિકાને કૃષ્ણ-રાધાને લઈ આ શબ્દ વાપરવો પડ્યો મોંઘો, લેવું પડ્યું પોલીસ શરણ, જાણો વિગતે
આગામી 8,9 અને 10 તારીખે ગુજરાતના આ વિસ્તારોમાં રેડ એલર્ટ, જાણો કેમ ?
ગુજરાત કોંગ્રેસના કયા બે દિગ્ગજ નેતાએ કલમ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું કર્યુ સમર્થન, નામ જાણીને ચોંકી જશો