શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવી દેવામાં આવી છે, પ્રદેશના બે ભાગ કરી તેને કેંદ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને શ્રીનગરથી સાંસદ ફારૂક અબ્દૂલ્લા ક્યાં છે? એનસીપી નેતા સુપ્રિયા સુલેએ લોકસભામાં પુછ્યું  જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને શ્રીનગરથી સાંસદ ફારૂક અબ્દૂલ્લા ક્યાં છે,  જેના પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું તેઓ પોતાની મરજીથી ઘરમાં છે અને તેમની અટકાયત નથી કરવામાં આવી.


આ બધા વચ્ચે ફારૂક અબ્દૂલ્લાએ ટાઉમ્સ નાઉ અને એનડીટીવી સાથે વાત કરી. તેમણે કહ્યું ગૃહમંત્રી અમિત શાહ ખોટુ બોલી રહ્યા છે, મને નજરકેદ કરવામાં આવ્યો છે. મે ડૉક્ટર પાસે પણ જવાની કોશિશ કરી। મને નથી જવા દેવામાં આવ્યો. મારા ઘરની બહાર ડીએસપી અને સુરક્ષાબળો તૈનાત કરવામાં આવ્યા છે.

સુપ્રિયા સૂલેએ લોકસભામાં પુછ્યું, 'હુ બેઠક ક્રમાંક 462 બેસુ છુ, ફારૂક અબ્દૂલ્લા 461 નંબરની સીટ પર બેસે છે. તેઓ જમ્મુ કાશ્મીરથી ચૂંટાયેલા છે. મે તેમને અહીં નથી સાંભળ્યા. જો તમે મને પુછશો તો હુ કહીશ કે ચર્ચા અધુરી છે.' લોકસભામાં આજે જમ્મુ કાશ્મીર પર ચર્ચા ચાલી રહી છે.


સુપ્રીયા સુલેના સવાલ પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ફારૂક અબ્દૂલ્લાને ન તો અટકાયત કરવામા આવી છે કે ન તો તેમની ધરપકડ કરવામાં આવી છે. તેઓ પોતાની મરજીથી પોતાના ઘરે છે ત્યારબાદ નેશનલ કૉંફ્રેસના નેતા ફારૂક અબ્દૂલ્લા મીડિયા સામે આવ્યા. તેમણે કહ્યું, મંત્રી ખોટુ બોલી રહ્યા છે, મને ઘરમાં જ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.