નવી દિલ્હીઃ પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે મોટો ખુલાસો કરતાં કહ્યું કે, અફઘાનિસ્તાનની ટીમ આખે આખી પાકિસ્તાની છે. તેમના બધા ખેલાડીઓ પાકિસ્તાનના છે. હાલમાં વર્લ્ડકપ ચાલી રહ્યાં છે ત્યારે શોએબ અખ્તરના આ નિવેદનથી ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો છે.
રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા અખ્તરે એક યુટ્યૂબ વીડિયોમાં મોટો ખુલાસો કરતાં કહ્યું કે, વર્લ્ડકપમાં રમી રહેલી અફઘાનિસ્તાનની ટીમ ક્રિકેટના સૌથી મોટી ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે, જો તેમના ખેલાડીઓના આઇ કાર્ડ ચેક કરવામાં આવે તો.
અખ્તરે કહ્યું કે, અફઘાનિસ્તાનની ટીમ એક એવી ટીમ છે જેના બધા ખેલાડીઓ પાકિસ્તાન સાથે સંબંધ રાખે છે. જો તેમના આઇકાર્ડ જોવામાં આવે તો બધા આઇ કાર્ડ પેશાવર કે કરાંચીના નીકળશે. જો આ વાત બહાર આવી તો ટીમ માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.
અખ્તરે વીડિયોમાં વધુમાં કહ્યું કે, ભારતે અફઘાનિસ્તાની ક્રિકેટ ટીમને બહુજ ટ્રેનિંગ આપી પણ બેટિંગમાં પરિપક્વ ના કરી શકી.
શોએબ અખ્તરે કઇ ટીમના ખેલાડીઓને ગણાવ્યા પાકિસ્તાની ને કહ્યું ચેક કરો બધાના આઇ કાર્ડ
abpasmita.in
Updated at:
01 Jul 2019 03:11 PM (IST)
અફઘાનિસ્તાનની ટીમ એક એવી ટીમ છે જેના બધા ખેલાડીઓ પાકિસ્તાન સાથે સંબંધ રાખે છે. જો તેમના આઇકાર્ડ જોવામાં આવે તો બધા આઇ કાર્ડ પેશાવર કે કરાંચીના નીકળશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -