લંડનઃ વર્લ્ડકપમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરનારા સાઉથ આફ્રિકન ક્રિકેટર એબી ડિવિલિયર્સ પર હવે શોએબ અખ્તરે કટાક્ષ કર્યો છે. સન્યાસથી વાપસીના સમાચાર પર શોએબ અખ્તરે કહ્યું કે તેને ‘મરદ બનવું જોઇએ’ અને ચાલબાજી ના કરવી જોઇએ.
શોએબ અખ્તરે આરોપ લગાવ્યો છે કે ડિવિલિયર્સે દેશથી ઉપરવટ જઇને પૈસાને મહત્વ આપ્યુ છે, તેને દેશ નહીં પૈસાને પસંદ કર્યા છે, જે ક્યાંયથી પણ યોગ્ય ગણી શકાય નહીં. અખ્તરે તેની વાપસીના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો.
પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બૉલરે કહ્યું કે ‘‘ડિવિલિયર્સે આઇપીએલ અને પીએસએલ જેવી લીગ ટૂર્નામેન્ટોને મહત્વ આપીને દેશથી વધારે પૈસાને મહત્વ આપ્યુ અને એવા સમયે સન્યાસ લીધો કે તે હજુ બે વર્ષ વધુ ક્રિકેટ રમી શકતો હતો.’’ અખ્તરે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે, ડિવિલિયર્સ પાસે હજુ બે વર્ષ સુધી ક્રિકેટ રમવાનો સમય હતો.
ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે એબી ડિવિલિયર્સને સન્યાસ પાછો ખેંચીને વર્લ્ડકપ સુધી રમવાનુ ચાલુ રાખવાનુ કહ્યું હતુ, પણ ડિવિલિયર્સે તેને ગણકાર્યો ન હતો, હવે તે વર્લ્ડકપ રમવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યો છે.
શોએબ અખ્તરે ક્યા મહાન ક્રિકેટરને કહ્યું, મરદની જેમ વર્તવાનું રાખ.......કેમ કરી આવી કોમેન્ટ?
abpasmita.in
Updated at:
09 Jun 2019 09:46 AM (IST)
શોએબ અખ્તરે આરોપ લગાવ્યો છે કે ડિવિલિયર્સે દેશથી ઉપરવટ જઇને પૈસાને મહત્વ આપ્યુ છે, તેને દેશ નહીં પૈસાને પસંદ કર્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -