ટીમ ઈન્ડિયામાં નંબર 4 પર બેટિંગ કરતા રાયડુએ ધોની સહિત આ ધુરંધરોને રાખ્યા પાછળ, જાણો વિગત
યુવરાજ સિંહે 4 નંબર પર બેટિંગ કરતાં નવ ઈનિંગમાં 44.75ની સરેરાશથી 358 રન બનાવ્યા છે. જેમાં એક 150 રનની ઈનિંગ પણ સામેલ છે. આ સિવાય તે ખાસ કમાલ દેખાડી શક્યો નથી. હાલ તે પણ ટીમની બહાર છે.
નવી દિલ્હીઃ ભારતે 2015ના વર્લ્ડ કપ બાદ અત્યાર સુધીમાં 72 વન ડે મેચ રમી છે. જેમાં 11 ખેલાડીઓને 4 નંબર પર બેટિંગ કરવા અજમાવ્યા છે. ટીમના આ મહત્વપૂર્ણ નંબર પર અંબાતિ રાયડુના રૂપમાં એક બુદ્ધિમાન બેટ્સમેન મળી ગયો હોવાનું પ્રથમ વખત કેપ્ટન વિરાટ કોહલીને લાગી રહ્યું છે.
રહાણેએ 4 નંબર પર બેટિંગ કરતાં 10 ઈનિંગમાં 46.66ની સરેરાશથી 420 રન બનાવ્યા છે. જેમાં ચાર અડધી સામેલ છે. હાલ તે વન ડે ટીમની બહાર છે.
દિનેશ કાર્તિકે પણ 4 નંબર પર બેટિંગ કરતી વખતે 9 ઈનિંગમાં 52.80ની સરેરાશથી 264 રન બનાવ્યા છે. મનીષ પાંડેએ 7 ઈનિંગમાં 183, હાર્દિક પંડ્યાએ 5 ઈનિંગમાં 150 રન, મનોજ તિવારીએ ત્રણ ઈનિંગમાં 34 રન, લોકેશ રાહુલે 3 ઈનિંગમાં 26 રન અને કેદાર જાધવે 3 ઈનિંગમાં 18 રન 4 નંબર પર બેટિંગ કરતા બનાવ્યા છે. પરંતુ આ તમામ તેમની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યા છે.
2015 વર્લ્ડ કપ બાદ ભારતે 4 નંબર પર 11 બેટ્સમેનો અજમાવ્યા છે. જેમાં ધોનીએ સર્વાધિક 11 વખત આ નંબર પર બેટિંગ કરી છે. જેમાં તેણે 32.81ની સરેરાશથી 361 રન બનાવ્યા છે. પરંતુ છેલ્લા થોડા સમયથી તેના કંગાળ ફોર્મના કારણે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણીમાં સમાવેશ નથી કરાયો.
રાયડુ માત્ર ચાર ઈનિંગમાં ચાર નંબર પર બેટિંગ કરવા ઉતર્યો છે. જેમાં તેણે 72.33ની સરેરાશથી 217 રન બનાવ્યા છે. જેમાં સોમવારે ફટકારેલી સદી પણ સામેલ છે. જે બાદ કેપ્ટન કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્માએ ચાર નંબર પર સૌથી ઉપયોગી ગણાવ્યો હતો.