નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિલંગ્ટનના બેસિન રિઝર્વ સ્ડેડિયમમાં બે મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. ત્યારે આ મેચ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર કેપ્ટન વિરાટ કોહલીની એક તસવીરો પોસ્ટ કરીને તેનું કેપ્શન માંગ્યું હતું.


આ ફોટો પર ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શ્રેયસ અય્યરે રમુજી  કોમેન્ટ કરી હતી. શ્રેયસે લખ્યું કે, ‘કિ ઘુંઘરુ ટૂટ ગયે ’. વાસ્તવમાં બીસીસીઆઈ દ્વારા કોહલીનો જે ફોટો શેર કરવામાં આવ્યો છે તેમાં તેમની ઉભા રહેવાની સ્ટાઈલ બૉલિવૂડ એક્ટર ઋતિક રોશન અને એક્ટ્રેસ વાણી કપૂર પર ફિલ્માવવામાં આવેલા વોર મૂવીનું ફેમસ સોન્ગ ઘુંઘરુ ટૂટ ગયે જેવું છે.