કોલકત્તા સામે ગંભીરને ટીમમાં સ્થાન ન આપવા પર દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐય્યરે શું કહ્યું?
નવી દિલ્હીઃ આઇપીએલમાં સતત ખરાબ પ્રદર્શન કરી રહેલી દિલ્હી ડેરડેવિલ્સે જીતનો સ્વાદ ચાખ્યો હતો. નવા કેપ્ટન શ્રેયસ ઐય્યરના નેતૃત્વમાં મેદાનમાં ઉતરેલી દિલ્હીએ શાનદાર પ્રદર્શન કરી કોલકત્તા નાઇટ રાઇડર્સને 55 રને હાર આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે આઇપીએલમાં સાત મેચમાં દિલ્હીનો ફક્ત બે મેચમાં જ વિજય થયો છે. સતત હારથી પરેશાન ગંભીરે કેપ્ટનશીપ છોડી દીધી હતી અને તેના સ્થાને ઐય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પોતાની ટીમના ખરાબ પ્રદર્શન માટે જવાબદારી લેતા ગંભીર ફ્રેન્ચાઇઝી પાસેથી એક પણ રૂપિયો લેશે નહીં. ગંભીરને દિલ્હીએ 2.8 કરોડમાં ખરીદ્યો હતો.
જ્યારે શ્રેયસ ઐય્યરને પૂછવામાં આવ્યુ કે, પ્લેઇગ ઇલેવનમાં ગંભીરને કેમ સ્થાન ન આપવામાં આવ્યુ જેના પર તેણે કહ્યું કે, ગંભીરને ડ્રોપ કરવાનો આઇડિયા તેમનો નહોતો પરંતુ પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે જ ન રમવાનો નિર્ણય કર્યો હતો. આ અવસર પર ઐય્યરે ગંભીરના વખાણ કર્યા હતા.
ગૌતમ ગંભીરને ટીમમાં સ્થાન ન આપવાના નિર્ણય પર મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઐય્યરે જણાવ્યું હતું કે, ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. ગંભીરના સ્થાને વિજય શંકર અને ડેનિયન ક્રિશ્ચયનના સ્થાને કોલિન મુનરોનો સમાવેશ કરાયો હતો.
જોકે, મેચ અગાઉ દિલ્હીની ટીમે જ્યારે પ્લેઇંગ ઇલેવનનો ખુલાસો કર્યો ત્યારે ફેન્સની સાથે સાથે ક્રિકેટ એક્સપર્ટ પણ ચોંકી ઉઠ્યા હતા. વાસ્તવમાં દિલ્હીની ટીમમાં ગૌતમ ગંભીરને સ્થાન આપવામાં આવ્યું નથી. નોંધનીય છે કે તાજેતરમાં જ ગૌતમ ગંભીરે દિલ્હીની કેપ્ટનશીપ તરીકે નિવૃતિ જાહેર કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -