બિટકોઈન કેસમાં નલિન કોટડિયાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું, જાણો વિગત
ફરિયાદ શૈલેષ ભટ્ટે અપહરણથી છૂટકારો મેળવવા માટે 78.50 લાખ રૂપિયા વહીવટદારને આપ્યા હતા. આ રૂપિયા SP જગદીશ પટેલના વહીવટદારને આપ્યાં હોવાનો પણ આરોપ છે. CID ક્રાઈમે 40 લાખ બાદ 78 લાખની રોકડની પણ તપાસ શરૂ કરી છે. પૈસાનો વહીવટ રાજુ દેસાઈ અને દિલીપ કાનાણીએ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. CIDની ટીમે બંન્નેની પૂછપરછ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસમાં તપાસમાં જાણવા મળ્યું હતું કે, બિટકોઇનના 12 કરોડ રૂપિયાના ત્રણ ભાગ પડવાના હતા. જેમાં એક ભાગ અમરેલીના SP જગદીશ પટેલ, બીજો ભાગ કિરીટ પાલડિયા અને ત્રીજા ભાગમાં નલિન કોટડિયા અને વકીલ કેતન પટેલનો સમાવેશ થાય છે. એવામાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે.
અમદાવાદના 12 કરોડના બીટકોઈન કેસ મામલે ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. અમરેલીના SP જગદીશ પટેલની ધરપકડ બાદ હવે નલિન કોટડિયાની CID ક્રાઈમે તપાસ શરૂ કરી છે. ફરિયાદી શૈલેષ ભટ્ટે CID ક્રાઈમને મહત્વના દસ્તાવેજ પૂરા પાડતા કેસમાં નવો વળાંક આવ્યો છે.
કોટડિયાએ જણાવ્યું હતું કે, CID ક્રાઈમ કેસની તપાસ કરી રહી હોવાને કારણે તે ચુપ રહ્યા હતા. પરંતુ હવે તેમને શંકા છે કે, ભટ્ટ પુરાવાઓનો નાશ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, મને જાણવા મળ્યું છે કે અમરેલીના SP જગદિશ પટેલ પર કેસમાં મને ફસાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. હું કોઈ પણ એજન્સી દ્વારા કોઈ પણ તપાસ માટે તૈયાર છું.
કોટડિયાએ આરોપ મુક્યો છે કે, સાચી વાતને છુપાવવા માટે કોઈ આ કેસમાં મારી સંડોવણી કરી રહ્યું છે. ભટ્ટે સ્વીકાર્યુ હતું કે, તેમણે રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા લોકોના પૈસાનું રોકાણ કરતા હતા. તેમને બચાવવા માટે મને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે.
કોટડિયાએ જણાવ્યું હતું કે, કિરીટ પાલડિયાએ પોલીસ ઈન્સ્પેક્ટર અનંત પટેલને 200 બિટકોઈન ટ્રાન્સફર કર્યા હોવાની ખોટી માહિતી ફેલાઈ હતી અને ફોરેન્સિક તપાસમાં તે વાત સાબિત થઈ ચુકી છે. જો બિટકોઈન ટ્રાન્સફર કરવામાં નથી આવ્યા તો સવાલ એ ઉભો થાય છે કે, પૈસા આવ્યા ક્યાંથી?
અમદાવાદ: અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા બિટકોઈન ખંડણી કેસમાં પોતે નિર્દોષ હોવાનો દાવો કરી રહ્યા છે. CID દ્વારા એક આરોપીની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ દરમિયાન નલિન કોટડિયાનું નામ સામે આવતાં તેમણે આ નિવેદન આપ્યું છે. કોટડિયાનો આરોપ છે કે, ફરિયાદી શૈલેષ ભટ્ટ તેમને વિવાદમાં ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
મીડિયા સાથેની વાતચીતમાં નલિન કોટડિયાએ જણાવ્યું હતું કે, હું જાહેર જીવનનો વ્યક્તિ છું, હું લોકોને મળું છું અને ફોન પર લોકો સાથે વાત પણ કરું છું. તેનો મતલબ એ નથી કે હું જેની સાથે મળું છું અથવા વાત કરું છું તેમની સાથે ગુનાહિત પ્રવૃત્તિઓમાં શામેલ છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -