✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, અંતિમ વનડે અને ટી20 મેચ નહીં રમે આ બેટ્સમેન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Sep 2017 08:40 PM (IST)
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, અંતિમ વનડે અને ટી20 મેચ નહીં રમે આ બેટ્સમેન
1

જો શ્રીલંકા વિરૂદ્ધ અંતિમ વનડેમાં ધવન નહી રમે તો તેની જગ્યાએ અજિંક્ય રહાણેને રોહિત શર્મા સાથે ઓપનિંગ માટે ઉતારી શકે છે. જો કે, રહાણે હાલ ચાલી રહેલી વનડે સીરીઝમાં એક પણ મેચ રમ્યો નથી. એવામાં રહાણેને શ્રીલંકા સામે રમવાની તક મળશે.

2

શિખર ધવન હાલ ભારતીય ટીમ સાથે શ્રીલંકામાં વનડે સીરીઝ રમી રહ્યો છે. ભારતીય ટીમ પાંચ મેચોમાંથી સીરીઝમાં 4-0થી આગળ છે. તે રવિવારે રમાનારી પાંચમી અને અંતિમ વનડે મેચ નહીં રમે. ત્યારબાદ એક ટી20 મેચ પણ છે.

3

એટલે કે, ધવન અંતિમ વનડે અને એકમાત્ર ટી20 મેચ પણ નહીં રમે. બીસીસીઆઈની પસંદી સમિતિએ ધવનની જગ્યાએ કોઈ બીજા નામની હજુ જાહેરાત નથી કરી. ટી20 મેચ 6 ડિસેમ્બરે રમાશે.

4

કોલંબો: શ્રીલંકા વિરુદ્ધ પાંચમી વનડે પહેલા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર ખેલાડી શિખર ધવન તેમની બિમાર માતાને જોવા માટે રવિવારે દેશ પાછા આવશે. બીસીસીઆઈ અનુસાર શિખર ધવનની માતા બિમાર છે, પરંતુ તેમની સ્થિતિ હવે સ્થિર છે અને સુધાર આવી રહ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, અંતિમ વનડે અને ટી20 મેચ નહીં રમે આ બેટ્સમેન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.