નવી દિલ્હીઃ ભારતીય ટીમના યુવા બેટ્સમેન શુભમન ગીલ હાલ બધાની નજરે ચઢી ગયો છે, હાલ તે પોતાની બેટિંગથી બધાને ચોંકાવી રહ્યો છે. ગીલે દેવધર ટ્રૉફી 2019માં એક ખાસ રેકોર્ડ રચી દીધો છે, ગીલે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પાછળ પાડી દીધો છે.
ગીલે દેવધર ટ્રૉફી 2019ની ફાઇનલમાં કેપ્ટનશીપ કરીને વિરાટ કોહલીના રેકોર્ડને તોડી નાંખ્યો છે, એટલે ગીલે ફાઇનલમાં કેપ્ટનશીપ કરનારો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. આ રેકોર્ડ પહેલા વિરાટ કોહલીના નામે હતો, હવે 10 વર્ષ બાદ ગીલના નામે થઇ ગયો છે.
નોંધનીય છે કે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 2009-10માં દેવધર ટ્રૉફીની ફાઇનલમાં નોર્થ ઝોનની કેપ્ટનશીપ કરી હતી, તે સમયે કોહલીની ઉંમર 21 વર્ષ 124 દિવસની હતી. પણ હવે ગીલે ઇન્ડિયા સીની કેપ્ટનશીપ કરતા કોહલીને પાછળ પાડી દીધો છે. હાલ ફાઇનલમાં કેપ્ટનશીપ કરતા ગીલની ઉંમર 20 વર્ષ અને 57 દિવસની છે.
દેવધર ટ્રૉફી 2019ની પહેલી મેચમાં ઇન્ડિયા એની સામે શુભમન ગીલે (143) અને મયંક અગ્રવાલ (120) ની સાથે પહેલી વિકેટ માટે 226 રનની પાર્ટનરશીપ કરી હતી.
શુભમન ગીલે તોડ્યો વિરાટ કોહલીનો 10 વર્ષ જુનો રેકોર્ડ, બન્યો આવુ કરનારો સૌથી યુવા ખેલાડી, જાણો વિગતે
abpasmita.in
Updated at:
05 Nov 2019 01:43 PM (IST)
ગીલ ફાઇનલમાં કેપ્ટનશીપ કરનારો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. આ રેકોર્ડ પહેલા વિરાટ કોહલીના નામે હતો, હવે 10 વર્ષ બાદ ગીલના નામે થઇ ગયો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -