નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડની 2 ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 21 ફેબ્રુઆરી એટલે કે આજથી શરૂ થશે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વ્યક્તિગત રીતે પૃથ્વી શોનો બચાવ કર્યો છે અને તેને લાગે છે કે શુભમન ગિલને પોતાના ટેસ્ટ ડેબ્યૂ માટે હાલમાં રાહ જોવી પડશે.

કહેવાય છે કે, ટેસ્ટ મેચમાં મયંગ અગ્રવાલ અને પૃથ્વી શો ઓપનિંગ કરશે. તેનાથી સ્પષ્ટ છે કે શુભમન ગિલને ડેબ્યૂની તક નહીં મળે. જોકે તે ટી20 ઉપરાંત વનડે મેચમાં ડેબ્યૂ કરી ચૂક્યા છે.



ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવાને કારણે જ શુભમનને ભારતીય ટેસ્ટ ટીમમાં તક મળી છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 21 મેચની 34 ઇનિંગમાં 2133 રન બનાવ્યા છે, જેમાં 2 ડબલ સેન્ચુરી, 7 સેન્ચુરી અને 10 હાફ સેન્ચુરી સામેલ છે. તેની સ્ટ્રાઇક રેટ 73.37ની રહી છે.

આ પહેલા કોહલીએ કહ્યું હતું કે, ”મારૂ માનવું છે કે, તમે પૃથ્વી શૉને ઓછો અનુભવી કહી શકો છો પરંતુ મયંક અગ્રવાલને આપણે અનુભવી કહી શકીએ, કારણ કે તેને ગત વર્ષે ઘણા રન બનાવ્યા છે. માટે અમે સમજીએ છીએ કે, ટેસ્ટ મેચમાં તેની રમત કેવી છે. વ્હાઇટ બોલ ક્રિકેટમાં તમે કંઇ વધુ કરવાનું વિચારો છો અને પોતાની વિકેટ ગુમાવી બેસો છો પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તમારે અનુશાસન દેખાડવાનું હોય છે.”