BCCIની નવી કોન્ટ્રાક્ટ સિસ્ટમથી આ ક્રિકેટરનો પગાર 14 ગણો વધી ગયો
જ્યારે મહેન્દ્રસિંહ દોની અને રવિચનંદ્રન અશ્વિનને ગ્રેડ એમાં રાખવામાં આવ્યા છે જેમાં તેમને વાર્ષિક કરાર અંતર્ગત રૂપિયા 5 કરોડ મળશે. આ ગ્રેડમાં તેમના ઉપરાંત રવીન્દ્ર જાડેજા, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે અને ઋદ્ધિમાન સાહા સામેલ છે.
નવી કોન્ટ્રાક્ટ સિસ્ટમ અનુસાર, શિખર ધવનને હવે વાર્ષિક 7 કરોડ રૂપિયા મળશે, જ્યારે 2016ના કોન્ટ્રાક્ટ અનુસાર તેને 50 લાખ રૂપિયા મળતા હતા, માટે નવા કોન્ટ્રાક્ટમાં તેનો પગાર 14 ગણો વધી ગયો છે. જ્યારે વિરાટ કોહલીને નવા કોન્ટ્રાક્ટમાં 250 ટકાનો પગાર વધારો મળ્યો છે અને તેનો પગાર પહેલાના 2 કરોડથી વધીને 7 કરોડ રૂપિયા થઈ ગયો છે. રોહિત શર્માનો પગાર નવા કોન્ટ્રાક્ટ અંતર્ગત 600 ટકાનો વધારો થયો.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે BCCIની નવી કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં નવા બનાવવામાં આવેલ ગ્રેડ A+માં કેપ્ટન વિરાટ કોહલી ઉપરાંત માત્ર ચાર ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન ઉપરાંત ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. આ ગ્રેડમાં ખેલાડીઓને વાર્ષિક કરાર અંતર્ગત સાત કરોડ રૂપિયા મળશે, અને નવા ગ્રેડનો સૌથી વધારે ફાયદો શિખર ધવનને થયો છે.