હીરો મોટોકોર્પે લોન્ચ કરી નવી 125 CC સુપર સ્પ્લેન્ડર બાઈક, જાણો કિંમત અને ફીચર્સ
એટલું જ નહીં, હીરોની આ નવી મોટરસાઈકલમાં આઈ3એસ એટલે કે આઈડલ સ્ટોપ સ્ટાર્ટ સ્સિટમ ટેકનીક પણ આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, આ ટેકનીક હોવાને કારણે સિટી રાઈડિંગ દરમિયાન બાઈક માઈલેજ સારી આપશે. આ ટેકનીકની મદદથી ટ્રાફિક જામ વગેરેમાં ન્યૂટ્રલ મોડ પર ઉભી રહેવા પર બાઈક એન્જિન આપોઆપ બંધ થઈ જશે. તેનાથી ફ્યૂઅલની બચત થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહીરોની નવી Super Splendorમાં 125 સીસી TOD (Torque-on-Demand) એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિનને 4 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ કરવામાં આવ્યું છે. તેનું નવું એન્જિમ જૂના મોડલને એન્જિનથી વધારે પાવરફુલ છે. તે 7500 આરપીએમ પર 11.4 પીએસનો પાવર અને 6000 આરપીએમ પર 11 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરશે.
આ નવી મોટરસાઈકલમાં મફલર પર ક્રોમ કવર, સ્લીક ટેલ લાઈટ અને અપડેટેડ ગ્રાફિક્સ છે. કંપની હીરો મોટોકોર્પ સુપર સ્પ્લેન્ડરને પાંચ કલર ઓપ્શન્સ, પર્પલ, બ્લેક વિથ રેડ, બ્લેક વિથ સિલ્વર અને ગ્રે કલર્સમાં લાવી છે.
સુપર સ્પ્લેન્ડરના આ નવા મોડલનો લુક પ્રીમિયમ છે અને તેમાં અનેક કોસ્મેટિક ફેરફાર જોવા મળશે. સીટ પ્રોફાઈલને અંડર સીટ સ્ટોરેજ સાથે અપડેટ કરવામાં આવી છે. તેની સાથે જ સાઈડ યૂટિલિટી બોક્સ અને વાઈડ રિયર ટાયર પણ તેમાં જોવા મળશે.
યુવા પ્રોફેશનલ્સને ધ્યાનમાં રાખતા હીરોએ આ બાઈક બનાવી છે. નવી સુપર સ્પ્લેન્ડરમાં અપડેટેડ ડિઝાઈન અને નવા ફીચર્સ જોવા મળશે. હીરો બ્રાન્ડ પર લોકો એટલો વિશ્વાસ કરે છે કે ઘરેલુ મોટરસાઈકલ માર્કટેમાં તેનો 50 ટકા હિસ્સો છે. આ મોટરસાઈકલને ડિસેમ્બર 2017માં રજૂ કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ દેશની નંબર 1 ટૂ વ્હીલ કંપની હીરો મોટોકોર્પે ભારતમાં નવી 125 સીસી કોમ્પ્યુર બાઈક, સુપર સ્પ્લેન્ડર લોન્ચ કીર છે. નવી દિલ્હીમાં આ બાઈકની એક્સ શોરૂમ કિંમત 57190 રૂપિયા રાખવામાં આવી છે. સુપર સ્પ્લેન્ડરના જૂના મોડલ સાથે તેની તુલના કરવામાં આવે તો તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -