ચંદીગઢ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાના કાકા અને પિતરાઈ ભાઈની હત્યા મામલે તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. પઠાણકોટના એસપી પ્રભજોત સિંહે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે આ મામલાની તપાસ એસઆઈટી કરી રહ્યું છે. અમે અલગ-અલગ સ્થળો પર દરોડા પાડી રહ્યા છીએ.


સુરેશ રૈનાના કાકા અને પિતરાઈ ભાઈની હત્યા પર જાણકારી આપતા એસપી પ્રભજોત સિંહે જણાવ્યું કે એસઆઈટી આ કેસની તપાસ કરી રહી છે. અમે અલગ-અલગ સ્થળો પર દરોડા પાડી રહ્યા છે.



આજે જ રૈનાએ પોતાના પરિવાર સાથે થયેલી ઘટના અંગે મૌન તોડ્યુ હતું. ગત સપ્તાહે સુરેશ રૈનાના કાકાની પંજાબના પઠાણકોટમાં હત્યા કરી દેવામાં આવી હતી. રૈનાના પિતરાઈ ભાઈ અને બુઆ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ સુધી મોત સામે જંગ લડ્યા બાદ રૈનાના પિતારાઈ ભાઈનું પણ મોત થયું હતું, જ્યારે તેના બુઆની હાલત ગંભીર છે.

રૈનાએ આજે જ પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રૈનાએ કહ્યું, 'મારા પરિવાર સાથે જે કંઈ થયું છે ભયાનક કરતા પણ વધારે ખરાબ હતું. મારા કાકાની હત્યા કરી દેવામાં આવી, મારા પિતારાઈ ભાઈએ પણ ગત રાત્રે અંતિમ શ્વાસ લીધા. મારા બુઆ મોત સામે લડી રહ્યા છે અને તેમની હાલત ગંભીર છે.'

તેણે આગળ કહ્યું કે અત્યાર સુધી અમને ખબર નથી કે એ રાત્રે શુ થયું હતું. હું પંજાબ પોલીસને આ મામલે તપાસ કરવા અપીલ કરુ છું. મને એ જાણવાનો પૂરો અધિકાર છે કે મારા પરિવાર સાથે આટલો મોટો ગુનો કોણે કર્યો.

ઉલ્લેખનીય છે કે 19-20 ઓગસ્ટે રૈનાનો પરિવાર પંજાબના પઠાણકોટ જિલ્લામાં આ ઘટનાનો શિકાર થયો હતો. પરિવારના સદસ્યોએ જાણકારી આપી છે કે રૈના જલ્દી ગામ પહોંચી શકે છે.