કોરોનાની મહામારીના કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. તમામ ઈવેન્ટ, ક્રિકેટ કે અન્ય ગેમ્સ પર રોક લગાવી દીધી છે. એવામાં બંધના કારણે ખેલાડીઓ ઘરમાં રહેવા મજબૂર છે. તેની વચ્ચે ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધના સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે વાતચીત કરી હતી. તેના પ્રશંસકો દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબ મંધનાએ ખૂબજ રસપ્રદ આપ્યા હતા.

મંધનાને એક પ્રશંસકે પૂછ્યું કે તેઓ લવ મેરજ કે અરેન્જ મેરેજ કરવાનું પસંદ કરશે ? જેના પર સ્મૃતિ મંધનાએ જોરદાર રિપ્લાય આપ્યો હતો અને તેણે લખ્યું કે, લવ-રેન્જ્ડ મેરેજ કરવાનું પસંદ કરશે.


અન્ય એક ફેન્સે પૂછ્યું કે શું તમને અલાર્મ ઘડિયાળ પસંદ છે. તેના જવાબમાં મંધનાએ કહ્યું કે, હું તેને પસંદ કરવાનો પ્રયાસ કરી રહી છું, પરંતુ જે વસ્તુ મારી ઊંઘને ડિસ્ટર્બ કરે, તેનાથી મને નફરત થઈ જાય છે.


એક યૂઝરે તેને ફિલ્મોમાં આવવા પર સવાલ કર્યો કે, શું અમે આશા રાખીએ કે તમે ફિલ્મોમાં નજર આવશો કારણ કે તમે ખૂબસૂરત છો અને હિરોઈનની જેમ એક્ટિંગ પણ કરી શકો છો. આ સવાલ પર સ્મૃતિએ લાફિંગ ઈમોજી સાથે જવાબમાં કહ્યું કે, મને નથી લાગતું કે કોઈ મારી ફિલ્મ જોવા થિયેટરમાં આવશે. તેથી મને લાગે છે કે એવું નહીં થાય.


ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ મંધના મહિલા ટી-20 વર્લ્ડકપની ભારતીય ટીમમાં હતી. ભારતને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.