નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર ખેલાડી સ્મૃતિ મંધાનાની આઈસીસીની વનડે અને ટી-20 મહિલા ટીમ ઑફ ધ યરમાં પસંદગી કરવામાં આવી છે. મંધાના સિવાય આ ટીમમાં ઝુલન ગોસ્વામી, પુનમ યાદવ અને શિખા પાંડેની પણ વનડે ટીમમાં પસંદગી કરાઈ છે, જ્યારે દિપ્તી શર્માને ટી20 ટીમમાં સ્થાન મળ્યું છે.


23 વર્ષીય સ્મૃતિ મંધાનાએ 51 વનડે, 66 ટી20 રમી છે. ટી20 અને વનડેમાં કુલ 3476 રન બનાવ્યા છે. ઑસ્ટ્રેલિયાઈ ખેલાડી મેગ લેનિંગને આઈસીસી મહિલા વનડે અને ટી20 ટીમ ઑફ ધ યરના કેપ્ટન બનાવ્યા છે. ઑસ્ટ્રેલિયાની ઑલરાઉન્ડર એલીસ પેરીને મહિલા ક્રિકેટર ઑફ ધ યર માટે પસંદગી કરવામાં આવી છે. તેને આ વર્ષ માટે મહિલા વનડે ટીમમાં પણ સામેલ કરાયા છે.

આ સિવાય થાઈલેન્ડની ચનિંદા સુથીરુઆંગને આઈસીસી ઇમર્જિગ પ્લેયર ઑફ ધ યર તરીકે પસંદી કરવામાં આવી છે.

આઈસીસી મહિલા વનડે ટીમ( બેટિંગ ક્રમમાં) : એલિસા હેલી(વિકેટકીપર), સ્મૃતિ મંધાના, તમસીન બ્યૂમોંટ, મેગ લેનિંગ(કેપ્ટન), સ્ટેફની ટેલર, એલિસ પેરી, જેસ જોનાસન, શિખા પાંડે, ઝુલન ગોસ્વામી, મેગન શટ્ટ, પુનમ યાદવ


આઈસીસી મહિલા ટી20: એલિસા હેલી(વિકેટરકીપર), ડેનિયેલ વ્યાટ, મેગ લેનિંગ(કેપ્ટન), સ્મૃતિ મંધાના, લિજેલ લી, એલિસ પેરી, દીપ્તિ શર્મા, નિદા દાર, મેગન શટ્ટ, શબનમ ઇસ્માઈલ, રાધા યાદવ.