ટીમ ઈન્ડિયાના આ ખેલાડીની માનચેસ્ટરમાં થઈ સર્જરી, BCCIએ જલ્દી ઠીક થવાની વ્યક્ત કરી આશા, જાણો વિગત
સાહાએ સર્જરી બાદ એક ટ્વિટ કરીને કહ્યું, ‘તમામ લોકોના પ્રેમ માટે ધન્યવાદ. મારી સફળતાપૂર્વક સર્જરી થઈ છે.’ સર્જરી કરાવ્યા બાદ સાહા જલ્દી ટીમમાં વાપસી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશન કાર્યક્રમમાં ઠીક ન થયા બાદ ટેસ્ટ વિકેટકિપર બેટ્સમેનના ખભાની ઈજા વકરી હોવાના અહેવાલ બાદ સાહાની ઈંગ્લેન્ડમાં સર્જરી કરાવવામાં આવી છે.
ભારતીય વિકેટકિપર રિદ્ધિમાન સાહાની ખભાની સર્જરી માનચેસ્ટરમાં બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં કરવામાં આવી હતી. બીસીસીઆઈ દ્વારા સાહોનો ફોટો ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરીને કહેવામાં આવ્યું કે, રિદ્ધિમાન ઝડપથી સાજો થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. માનચેસ્ટરમાં બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં ખભાની સર્જરી કરાવવામાં આવી.
માનચેસ્ટરઃ ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ વિકેટકિપર રિદ્ધિમાન સાહાને આઈપીએલ 2018 દરમિયાન અંગુઠામાં ઈજા થઈ હતી. જે બાદ તે રમતથી દૂર છે. ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી વર્તમાન ટેસ્ટ સીરિઝમાં પણ તેની પસંદગી કરવામાં આવી નહોતી પરંતુ બોર્ડે તેની ફિટનેસ સમસ્યાનો ખુલાસો કર્યો નહોતો.