નવી દિલ્હીઃ આગામી 3જી ઓગસ્ટથી ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસે રવાના થઇ રહી છે. રિપોર્ટ છે કે, કેટલાક નવા ખેલાડીઓને મોકો મળી શકે છે. એમએસકે પ્રસાદની અધ્યક્ષતા વાળી પસંદગી સમિતિ 19 જુલાઇએ ટીમનુ સિલેક્શન કરવાની છે. માનવામાં આવે છે કે કેટલાક દિગ્ગજોને આરામ આપવામાં આવશે તેની જગ્યાએ કેટલાક નવા ખેલાડીઓને મોકો મળી શકે છે. ભારતીય ટીમ હવે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં 3 થી 14 ઓગસ્ટ સુધી ત્રણ ટી20 અને ત્રણ મેચોની વનડે સીરીઝ રમશે. ઉપરાંત બે ટેસ્ટ મેચો પણ રમવાની છે. રિપોર્ટ છે કે, આ વિન્ડિઝી પ્રવાસમાં કેપ્ટન કોહલી, ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવી શકે છે, જોકે ધોનીને પણ આરામ અપાઇ શકાય છે.
વિન્ડીઝ પ્રવાસમાં આ જગ્યા પુરવા માટે કેટલાક નવા ચહેરા ટીમમાં સામેલ થઇ શકે છે. જેમાં દીપક ચાહર, ખલીલ અહેમદ, નવદીપ સૈની અને ઓવેશ ખાન સામેલ છે. સ્પિનરોમાં રાહુલ ચાહર, મયંક મારકંડે અને શ્રેયલ ગોપાલને મોકો મળી શકે છે. બેટિંગ લાઇન અપમાં જોઇએ તો શુભમન ગિલ અને શ્રેયસ ઐય્યરને સામેલ કરવામાં આવી શકે છે.