પૂર્વ ભારતીય વિકેટકીપર કિરમાણીએ ધોની વિશે વાત કરતા જણાવ્યું કે, આવું કોઇ પ્રથમવાર નથી બની રહ્યું. પહેલા પણ આવું બનતું રહ્યું છે જ્યારે મોટા ખેલાડીઓની કારકિર્દીના છેલ્લા સમયે આ પ્રકારની ચર્ચાઓ થતી હોય છે. વિકેટકીપર્સ વિશે તો આવું થતું જ રહ્યું છે અને એ સવાલ પણ સામે આવોત જ હોય છે કે તેનું સ્થાન કોણ લશે.
કિરમાણીએ કહ્યું, ’ફારૂખ એન્જીનિયર જ્યારે પોતાના સમયે કારકિર્દીના અંતિમ તબક્કામાં હતા ત્યારે પણ તેમના વિશે આ પ્રકારના સવાલો પૂછવામાં આવતા હતા કે તેમના પછી કોણ? તેમના દ્વારા ક્રિકેટમાથી નિવૃત્તી લીધા બાદ સૈયદ કિરમાણી, કિરણ મોરે અને મહેન્દ્ર સિંહ ધોની આવ્યા.’
ધોનીને નિવૃત્તી બાદ ચિંતા ન કરવાની સલાહ આપતા કિરમાણીએ કહ્યું,”આપણી પાસે ત્રણ-ચાર ટેલેન્ટેડ ક્રિકેટર છે તો કોઇને કોઇ તેમનું સ્થાન જરૂરથી લેશે. ક્રિકેટમાં વિકેટકીપિંગ કોઇ સરળ કામ નથી. આ ટીમ માટે ખુબ જ મહત્વનું અને મુ્શ્કેલીભર્યું છે. એવું નથી કે માત્ર હાથમાં ગ્લોબ્સ પહેરી લેવાથી કોઇ પણ વ્યક્તિ વિકેટકીપર બની જાય.”