નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડકપની ઉદઘાટન મેચ રમાઇ, ઇંગ્લેન્ડે ધમાકેદાર જીતથી ટૂર્નામેન્ટની શરૂઆત કરી, મેચમાં ભારતના ત્રણ દિગ્ગજ એકસાથે કૉમેન્ટ્રી આપતા કૉમેન્ટ્રી બૉક્સમાં દેખાયા. સચિન, સહેવાગ અને ગાંગુલીની જોડીએ લોકોના દિલ જીતી લીધા.

કૉમેન્ટ્રી દરમિયાન સહેવાગે ગાંગુલીને સવાલ કર્યો, દાદા તમને મને ઓપનિંગ કામ કરવાનો મોકો કેમ આપ્યો, તમે તમારી જગ્યા કેમ છોડી?

સહેવાગે કહ્યું કે, તે સમયે સચીન શાનદાર ફોર્મમાં હતો અને વર્લ્ડ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ઓપનર જોડીઓમાંની એક તમારી હતી. છતાં મને તમે મને ઓપનિંગ કરવાનો મોકો આપ્યો. આવું કોઇ કેપ્ટન નથી કરતો. હું ખુદ ચોંકી ગયો હતો કે દાદા તમે આમ કેમ કર્યુ.



આ સવાલના જવાબમાં સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હું ઓપનર બેટ્સમેન તરીકે સ્લૉ થઇ ગયો હતો, તે સમયે સચીન અને રાહુલ પણ ઇજાગ્રસ્ત હતા. ન્યૂઝીલેન્ડ સામે અમારી મેચ 'કરો યા મરો' જેવી હતી, અને મને તમારા (સહેવાગ) પર વિશ્વાસ હતો, એટલે મેં તમને ઓપનિંગ કરવાનો મોકો આપ્યો, તે મેચ બાદ જે થયું તે ઇતિહાસ બની ગયો છે.