ગાંગુલીએ કહ્યું- આ 'ચેમ્પિયન' ખેલાડીને ટીમમાં લેવો જોઇએ, ગમેત્યારે મોટો શોટ ફટકારવામાં છે સક્ષમ
ગાંગુલીએ કહ્યું હું ધોનીને શુભકામના પાઠવુ છુ, કેમકે હું ઇચ્છુ છે કે 'ચેમ્પિયન' પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે. મારુ માનવુ છે કે તે હજુ પણ મોટા શોટ ફટકારવામાં સક્ષમ છે, તે બેજોડ ક્રિકેટર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ચર્ચામાં છે, તેનું કારણ છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિલેક્ટર્સે ટી20 અને વનડે ટીમમાંથી ધોનીને આઉટ કરી દીધો છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી ગાંગુલીનુ માનવું છે કે ટીમ ઇન્ડિયામાં મહેન્દ્ર સિંહ ધોનીને સામેલ કરવો જોઇએ. ધોની એકમાત્ર 'ચેમ્પિયન' છે.
ગાંગુલીએ કહ્યું કે, જીવનમાં તમે જે પણ કામ કરી રહ્યાં હોય, જ્યાં પણ હોવ, તમારી જે પણ ઉંમર હોય કે પછી તમારી પાસે જેટલો પણ અનુભવ હોય, અંતે તમારે શીર્ષ સ્તર પર સારુ પ્રદર્શન ચાલુ રાખવુ જોઇએ, નહીં તો તમારુ સ્થાન બીજુ કોઇ લઇ લેશે.
ગાંગુલીએ કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની એક 'ચેમ્પિયન' છે, તે હજુ પણ મોટા શોટ ફટકારવા માટે સક્ષમ છે, તેને ટીમમાં સમાવવો જોઇએ. વર્લ્ડટી20 જીત્યા બાદ તે છેલ્લા 12-13 વર્ષોથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -