ગાંગુલીએ રિટાયરમેન્ટ મુદ્દે ધોનીને સંભળાવી દીધા આ શબ્દો, કહ્યું- વર્લ્ડકપ રમવો છે તો......
ગાંગુલીએ કહ્યું કે, વનડેમાં ટૉપથ્રી બેટ્સમેનો રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલી પર વધુ પડતી નિર્ભરતા ટીમની હારનું કારણ છે. જેથી ટીમમાં દરેકે પોતાનું યોગદાન આપવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને વધુમાં કહ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટ પોતાના બે શાનદાર બેટ્સમેન કેએલ રાહુલ અને અજિંક્યે રહાણેની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ નથી કરી રહ્યું. ગાંગુલીએ કહ્યું કે, હુ આંખ બંધ કરીને દેખુ તો મને રાહુલ નંબર ચાર પર બેટિંગ કરતો દેખાય છે. તેમને કહ્યું કે મિડલ ઓર્ડરમાં સતત ફેરબદલના કારણે ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન પ્રભાવિત થઇ રહ્યું છે.
મહેન્દ્ર સિંહ ધોનીને લઇને ગાંગુલીએ કહ્યું કે, આ વિકેટ કિપર બેટ્સમેન 2019 વર્લ્ડકપ માટે ટીમની પસંદ છે, તો તેને રમત સુધારવી પડશે. ગાંગુલીએ કહ્યું કે, જો ધોનીને રમાડવામાં આવે છે તો તેને હિટિંગ કરવી જ પડશે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લેન્ડ સામેની વનડે સીરીઝની છેલ્લી મેચ બાદ એમ્પાયરના હાથમાંથી બૉલ લઇ લીધો, જેને લઇને ફેન્સ અને મીડિયામાં ધોનીના રિટાયરમેન્ટની વાત ઉડવા લાગી હતો.
જોકે, કોચ રવિ શાસ્ત્રીએ આ મુદ્દેને અફવા ગણાવી અને બૉલ લેવાનુ કારણ આપ્યું હતું. પણ આ મુદ્દે હવે પૂર્વ કેપ્ટન ગાંગુલી ખુશ નથી, તેમને ધોનીને ખરાખરી સંભળાવી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -