ધોની અને સેહવાગને લઈ ગાંગુલીએ કર્યો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
ગાંગુલીએ નિવૃત્તિ લીધાને 10 વર્ષ થઈ ગયા છે પરંતુ આજે પણ ક્રિકેટને મિસ કરે છે. તેણે કહ્યું કે ફાસ્ટ બોલરને કવર ડ્રાઇવ મારવાની ખુશી અલગ જ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંગુલીએ કહ્યું કે, ટેસ્ટ ટીમમાં સેહવાગની પસંદગી બાદ અનેક લોકોએ વિરોધ કર્યો હતો અને સાઉથ આફ્રિકા ટૂરથી દૂર રાખવાની વાત કરી હતી. પરંતુ ગાંગુલીને તેનામાં મેચ વિનરની ઝલક દેખાતી હતી. મિડલ ઓર્ડરમાં ઉતરીને પહેલી જ મેચમાં સદી ફટકારી સેહવાગ સમાચારમાં આવી ગયો હતો. તેણે ટેસ્ટ સદી મિડલ ઓર્ડરમાં ફટકારી હતી પરંતુ બાદમાં ઓપનિંગ બેટ્સમેન બની ગયો. સેહવાગ આ પહેલા ક્યારેય ઓપનર તરીકે રમ્યો નહોતો. ગાંગુલીએ તેને કહ્યું કે મિડલ ઓર્ડરમાં જગ્યા નથી, હેડન-લેંગર કરી શકતા હોય તો તું કેમ નહીં. જે બાદ સેહવાગે ઓપનર તરીકે જે રેકોર્ડ સ્થાપ્યા તે સૌની નજર સામે છે.
ગાંગુલીની કેપ્ટનશિપમાં આવો જ કોઈ ખેલાડી સૌથી આગળ આવ્યો હોય તો તે હતો મહેન્દ્ર સિંહ ધોની. ધોનીમાં ગાંગુલીએ સેહવાગ જેવી જ મેચ વિનર પ્રતિભા દેખાતી હતી. શરૂઆતના મુકાબલામાં ધોની ફ્લોપ રહ્યો હતો પરંતુ ગાંગુલીને આશા હતી કે ધોની નવું કરશે. પાકિસ્તાન સામેની મેચમાં ગાંગુલીઓ ધોનીને ત્રીજા નંબરે ઉતારવાનો ફેંસલો કર્યો. ધોનીએ તે મેચમાં વિસ્ફોટક સદી ફટકારીને ગાંગુલીના નિર્ણયને યથાર્થ ઠેરવ્યો હતો. જે પછી ધોનીએ બેટિંગ અને કેપ્ટનશિપમાં અનેક કીર્તિમાન સ્થાપ્યા.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના મહાન કેપ્ટન પૈકીના એક સૌરવ ગાંગુલીએ ગૌરવ કપૂરના શો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયનમાં તેના કરિયર સાથે સંકળાયેલા અનેક રહસ્યો ખોલ્યા. સેહવાગ અને ધોની જેવા બેટ્સમેનોને આ મુકામ પર પહોંચાડવામાં કેવી રીતે મદદ કરી તે અંગે ગાંગુલીએ ઘટસ્ફોટ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -