કોલકત્તાઃ બીસીસીઆઇના અધ્યક્ષ બનવા જઇ રહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને આઇસીસીના પ્રસ્તાવ પર મોટુ નિવેદન આપ્યુ છે. આઇસીસીએ પ્રસ્તાવ મુક્યો હતો કે, હવે દર ત્રણ વર્ષે ક્રિકેટ વર્લ્ડકપ રમાવવો જોઇએ. ગાંગુલીએ આ કહ્યું કે, આવો નિર્ણય લેતા પહેલા સચેત રહેવુ પડશે, ઘણીવાર જીવનમાં ઓછુ જ વધારે હોય છે. સૌરવ ગાંગુલીએ બંગાળ ક્રિકેટ સંઘના કાર્યાલયમાં કહ્યું કે ઘણીવાર જીવનમાં ઓછુ જ વધારે થઇ જાય છે. એટલે કોઇપણ નિર્ણય લેતા પહેલા સચેત રહેવુ પડશે. ફૂટબૉલ વર્લ્ડકપનુ આયોજન દર ચાર વર્ષે થાય છે, જ્યાં તેની દિવાનગી જોવા મળે છે.
ગાંગુલીએ વધુમાં કહ્યું કે, આ અંગે નિર્ણય આઇસીસીએ કરવાનો છે, હું હજુ આના પર પ્રતિક્રિયા આપવાની સ્થિતિમાં નથી, જ્યારે હુ આ ચર્ચાનો ભાગ બનીશ ત્યારે વાત કરીશ. ઉલ્લેખનીય છે કે 23 ઓક્ટોબરે ગાંગુલી બીસીસીઆઇનો અધ્યક્ષ બનશે.