પોર્ટ ઓફ સ્પેનઃ ભારત પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકાએ ટીમની જાહેરાત કરી છે. 12 માર્ચથી રમાનારી ત્રણ મેચની વન ડે સીરિઝ માટે ફાફ ડુપ્લેસિસ અને રાસી વેન ડર ડુસેનની વાપસી થઈ છે. ઈજાગ્રસ્ત કાગિસો રબાડાને ટીમમાં સ્થાન મળ્યું નથી.

આ ખેલાડીને પ્રથમ વખત મળ્યું સ્થાન

સ્પિનર જોર્જ લિંડેને પ્રથમ વખત ટીમમાં સ્થાન મળ્યું છે. પિતા બન્યા બાદ તબરેજ શમ્સી ટીમ સાથે નહીં જોડાય. તેના સ્થાને કેશવ મહારાજ બીજો સ્પિનર હશે. થોડા દિવસો પહેલા કેપ્ટનશિપ છોડનારા ફાફ ડુપ્લેસિસ અને વૈન ડર ડુસેનને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી એકદિવસીય સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે.

ટીમની કેપ્ટનશિપ ક્વિંટન ડી કોક સંભાળશે. 27 વર્ષીય ખેલાડીની નજર સપ્ટેમ્બર 2019માં ભારત પ્રવાસના કંગાળ દેખાવને ભૂલાવવા પર રહેશે. જ્યાં ત્રણ મેચની ટી-20 સીરિઝ 1-1થી સરભર થઈ હતી, જ્યારે ટેસ્ટ સીરિઝમાં સૂપડા સાફ થઈ ગયા હતા.

દક્ષિણ આફ્રિકાની ટીમ આ પ્રમાણે છે.

ક્વિંટન ડીકોક, બાવુમા, ફાફ ડુપ્લેસિસ, રાસી વૈન ડર જુસેન, કાઈલ વેરેયને, હેનરિચ કલાસન, ડેવિડ મિલર, જોન સ્મટ્સ, ફેડલુકવાયો, લુંગી એનગિડી, લુથો સિપામ્લા, બ્યૂરેન હેન્ડ્રિક્સ, એનરિચ નોર્ટજે, જોર્જ લિંડ, કેશવ મહારાજ


ભારત-દક્ષિણ આફ્રિકા વન ડે સીરિઝ કાર્યક્રમ

પ્રથમ વન ડે, 12 માર્ચ, ધર્મશાળા

બીજી વન ડે, 15 માર્ચ, લખનઉ

ત્રીજી વન ડે, 18 માર્ચ, કોલકાતા