સાઉથ આફ્રિકાએ ઘર આંગણે નોંધાવ્યો શરમજનક રેકોર્ડ, જાણો વિગત
સેંચુરિયનઃ અત્રેના સુપરસ્પોર્ટસ પાર્ક સ્ટેડિયમમાં રમાયેલી બીજી વન-ડેમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 118 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. જે તેનો ઘરઆંગણે સૌથી ઓછો સ્કોર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા તેનો ઘર આંગણે લોએસ્ટ સ્કોર 119 રન હતો. જે તેણે 2009માં ઇંગ્લેન્ડ સામે નોંધાવ્યો હતો. આફ્રિકાનો સૌથી ઓછો સ્કોર 69 રન છે.
ભારતના બંને સ્પીનરો ચહલ અને યાદવ (20 રનમાં 3 વિકેટ) દ્વારા આ મેચમાં કુલ 8 વિકેટ લેવામાં આવી. આ પહેલાં 2001માં સેંચુરિયનમાં ભારતીય સ્પિનરોએ સાઉથ આફ્રિકા સામે 7 વિકેટ લીધી હતી.
ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે વન-ડે કારકિર્દીમાં પ્રથમ વખત જ 22 રન આપી 5 વિકેટ ઝડપી છે. જે સાઉથ આફ્રિકામાં કોઇપણ સ્પિનરનો બીજો સર્વશ્રેષ્ઠ દેખાવ છે.
સાઉથ આફ્રિકાના નિકી બોયે 2002માં ઓસ્ટ્રેલિયા સામે કેપટાઉન વન-ડેમાં 21 રન આપી 5 વિકેટ લીધી હતી.
2001માં હરભજન સિંહે 3, અનિલ કુંબલેએ 2 અને વિરેન્દ્ર સેહવાગે 2 વિકેટ લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -