આ ભારતીય ક્રિકેટરે બનાવી સિક્સ પેક બોડી, લોકોને યાદ આવી હરભજનની ‘થપ્પડ’
સોશિયલ મીડિયા પર લોકો આ વાતની મજા લઈ રહ્યા છે કે હવે જ્યારે શ્રીસંતે એટલી જોરદાર બોડી બનાવી લીધી છે તો જો હવે હરભજન તેને થપ્પડ મારે તો શું થશે? શ્રીસંત મેચ ફિક્સિંગમાં ફસાયા બાદ ક્રિકેટથી દૂર છે.
શ્રીસંતની બોડી જોઈને લોકોને વર્ષ 2008માં થયેલા સ્લેપગેટ કાંડ (થપ્પડ કાંડ) ચર્ચામાં આવ્યો છે. આઈપીએલની પહેલી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી હરભજન સિંહે કિંગ્સ ઈલેનવ પંજાબના ખેલાડી એસ. શ્રીસંતને થપ્પડ મારી દીધી હતી. થોડા સમય પછી આ મુદ્દે બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું.
ફિલ્મ માટે શ્રીસંત પોતાની બોડી પર કામ કરી રહ્યો છે. શ્રીસંતનો એક ફોટો સામે આવ્યો છે. જોરદાર બોડીને કારણે આ ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
તમને જણાવીએ કે શ્રીસંતે પોતાનો નવો લુક ટીવી પ્રોગ્રામ નચ બલિએ માટે તૈયાર કર્યો છે. ઉપરાંત શ્રીસંત કન્નડ ફિલ્મોમાં જોવા મળશે. શ્રીસંત જલદી કેમ્પાગોડા-2 ફિલ્મમાં જોવા મળશે હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, શ્રીસંસત પર આઈપીએલ દરમિયાન મેચ ફિક્સિંગ કરવાનો આરોપ હતો ત્યાર બાદથી તે ક્રિકેટથી દૂર છે.
નવી દિલ્હીઃ ભલે શ્રીસંત હવે ક્રિકેટથી દૂર હોય પરંતુ પોતાની ફિટનેસને લઈને હવે તે ચર્ચામાં છે. શ્રીસંસતે પોતાની ફિટનેસ પર ખૂબ જ મહેનત કરી છે અને હવે તે સિક્સ પેક એબ્સ બનાવીને ચર્ચામાં છે.