આઈપીએલ 2020ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઇઝર્સ હૈદરાબાદને જીત માટે 132 રનનો ટાર્ગેટ આપ્યો છે. બેંગલોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 131 રન બનાવ્યા છે. બેંગલોર તરફથી ડિવિલિયર્સે સૌથી વધુ 56 રનની ઈનિંગ રમી હતી. કોહલી 6 રન અને પડિક્કલ માત્ર 1 રન બનાવી આઉટ થયા હતા. હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડરે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. નટરાજને 2 અને શાહબાઝ નદીમે 1 વિકેટ ઝડપી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદે બેંગલોર સામે અબુ ધાબી ખાતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણ કર્યો હતો. હૈદરાબાદે પોતાની પ્લેઈંગ-11માં 1 ફેરફાર કર્યો છે. રિદ્ધિમાન સાહા ઈજાગ્રસ્ત હોવાથી તેની જગ્યાએ ગોસ્વામીને સ્થાન આપ્યું છે. બેંગલોરે પોતાની ટીમમાં 4 ફેરફાર કર્યા છે. ક્રિસ મોરિસ, શાહબાઝ નદીમ, ઇસુરુ ઉદાના અને જોશ ફિલિપની જગ્યાએ આરોન ફિન્ચ, નવદીપ સૈની, મોઇન અલી અને એડમ ઝામ્પાને ટીમમાં લીધા છે.