નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણને લઈને અનેક રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફટાકડાના કારણે હવા પ્રદૂષણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ઉપરાંત કોરોનાથી સાજા થયેલ દર્દીઓને પણ શ્ર્વાસ લેવામાં તકલીફ થવાની ભીતી છે. શિયાળામાં કોરોનાનો બીજો વેવ પણ આવી શકે તેમ છે. જેને લઈને અનેક રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આજે કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ પત્રકાર પરિષદ સંબોધી અને ફટાકડાના પ્રતિબંધ પર નિર્ણય લીધો છે. આ ઉપરાંત હરિયાણા અને મધ્યપ્રદેશે ઇમ્પોર્ટેડ ફટાકડા વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ લદાયો છે.



દિવાળી દરમ્યાન દેશભરમાં કરોડોની સંખ્યામાં ફટાકડા ફુટતા હોય છે જે હવા પ્રદૂષણમાં વધારો કરતો હોય છે ત્યારે દેશનું સૌ પ્રથમ રાજ્ય રાજસ્થાન બન્યું હતું કે જેણે ફટાકડાના વેચાણ તથા ફોડવા પર પ્રતિબંધ મુક્યો અને તેના પર દંડની જોગવાઇ જાહેર કરી છે. ત્યારબાદ ઓરિસ્સાએ પણ 30 નવેમ્બર સુધી ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. આજ રીતે સિક્કીમ દિલ્હી, પશ્ચિમ બંગાળમાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં કાળીપૂજા અને દિવાળી તથા છઠ્ઠ પુજા જેવા તહેવારો આવી રહ્યા હોય ત્યારે ફટાકડા ખુબ જ ફુટતા હોય છે