નિદહાસ ટ્રૉફીઃ ફાઇનલ માટે શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચે આજે 'કરો યા મરો'નો જંગ, ફાઇનલમાં થશે ભારત સામે ટક્કર
શ્રીલંકાઃ- દિનેશ ચાંડીમલ (કેપ્ટન), કુશાલ મેન્ડિસ (વિકેટ કીપર), ઉપલ થારંગા, કુશાલ પરેરા (વિકેટ કીપર), અકીલા ધનંજય, ધનંજય ડી સિલ્વા, દાનુશ્કા ગુનાથીલકા, જીવન મેન્ડિસ, થિસારા પરેરા, દાસુન શનાકા, ઇસુરુ ઉદાના, સુરંગા લકમલ, અમીલા અપોન્સો, દુશ્મંથા ચમીરા, નુવાન પ્રદીપ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મેચમાં બાંગ્લાદેશ માટે સૌથી સારી વાત એ છે કે તેના રેગ્યુલર કેપ્ટન અને ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસન ઇજા બાદ વાપસી કરી રહ્યાં છે. શાકિબ આ સીરીઝની પહેલી ત્રણ મેચોમાં ટીમમાં સામેલ ન હોત થઇ શક્યો. પણ હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ વાતની માહિતી આપી છે કે શાકિબ ઇજામાંથી બહાર આવી ચૂક્યો છે અને તે શ્રીલંકા સામે ટીમની કેપ્ટનશીપ કરશે.
વળી, શ્રીલંકાની વાત કરીએ તો બેટિંગમાં કુશલ મેન્ડિસ, કુશલ પરેરા અને કેપ્ટન દિનેશ ચાંડીમલ સારા ફોર્મમાં છે. આ સીરીઝમાં આ ખેલાડીઓએ જબરદસ્ત પર્ફોર્મન્સ કર્યું છે. જોકે, શ્રીલંકા બૉલિંગમાં થોડી વીક છે.
શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની વર્ચ્યૂઅલ ફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગે શરૂ થશે. મેચનું સીધુ પ્રસારણ ડી સ્પૉર્ટ્સ, રિશ્તે સિનેપ્લેક્સ પર થશે. મોબાઇલ પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જિઓ ટીવી પર જોઇ શકાશે.
ઉલ્લેખનીય છે કે, આ સીરીઝની બન્ને વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં બાંગ્લાદેશે રેકોર્ડ જીત મેળવી હતી, શ્રીલંકાએ તે મેચમાં બાંગ્લાદેશની સામે 215 રનોનો વિશાળ સ્કૉર મુક્યો હતો જેને બાંગ્લાદેશે મુશ્ફીકુર રહીમની 35 બૉલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી રમેલી અણનમ ઇનિંગના દમ પર તેને હાંસલ કરી લીધો હતો. આ કોઇપણ એશિયન ટીમ દ્વારા હાંસલ કરવામાં આવેલો સૌથી મોટો સ્કૉર છે.
બાંગ્લાદેશઃ- શાકિબ અલ હસન (કેપ્ટન), મહામુદુલ્લાહ, તમીમ ઇકબાલ, સૌમ્ય સરકાર, ઇમરૂલ કાયેસ, મુશ્ફીકૂર રહીમ (વિકેટ કીપર), સબ્બીર રહેમાન, મુસ્તાફીજુર રહેમાન, રુબેલ હુસૈન, તસ્કિન અહેમદ, અબ હૈદર, અબુ જાયેદસ, અરિફૂલ હક, નજમુલ ઇસ્લામ, નુરુલ હસન, મેહદી હસન અને લિટન દાસ.
કોલંબોઃ શ્રીલંકામાં ચાલી રહેલી નિદહાસ ટ્રૉફી ટી-20 ટ્રાઇ સીરીઝની ફાઇનલમાં જગ્યા પાક્કી કરવા આજે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે વર્ચ્યૂઅલ સેમિફાઇનલ જંગ જામશે. આજે સીરીઝની છેલ્લી નૉકઆઉટ મેચ છે, જે જીતશે તે રવિવારે ભારત સામે ફાઇનલમાં ટકરાશે. ભારત બુધવારે બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પહોંચી ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -