IND vs SL: જાન્યુઆરીમાં શ્રીલંકા સાથે ત્રણ મેચોની ટી20 સીરિઝ રમશે ટીમ ઈન્ડિયા
abpasmita.in | 25 Sep 2019 08:16 PM (IST)
બીસીસીઆઈએ જણાવ્યું કે, આઈસીસી દ્વારા ઝિમ્બાવે પર પ્રતિબંધ લગાવ્યા બાદ બીસીસીઆઈએ શ્રીલંકાને ત્રણ ટી20 મેચોની સીરિઝ રમવા માટે આમંત્રણ આપ્યું છે.
નવી દિલ્હી: ભારત આવતા વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકા સાથે ત્રણ ટી20 મેચોની સીરિઝ રમશે. જેની બીસીસીઆઈએ જાહેરાત કરી દીધી છે. આ પહેલા ભારતીય ટીમ આ સમયે ઝિમ્બાવે વિરુદ્ધ સીરીઝ રમાવાની હતી પરંતું આઈસીસીએ ઝિમ્બાવે ક્રિકેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીસીસીઆઈએ જણાવ્યું કે, આઈસીસી દ્વારા ઝિમ્બાવે પર પ્રતિબંધ લગાવ્યા બાદ બીસીસીઆઈએ શ્રીલંકાને ત્રણ ટી20 મેચોની સીરિઝ રમવા માટે આમંત્રણ આપ્યું છે. શ્રીલંકા ક્રિકેટ ટીમ આવતા વર્ષે 5થી 10 જાન્યુઆરી દરમિયાન ત્રણ ટી-20 રમશે. સીરિઝની પ્રથમ મેચ ગુવાહાટી ખાતે રમાશે. જ્યારે બીજી મેચ 7 જાન્યુઆરીના રોજ ઇન્દોર અને અંતિમ મેચ 10 જાન્યુઆરીના રોજ પૂણે ખાતે રમાશે.