ઢાકા પલટને પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ટીમના વિકેટકીપર બેટ્સમેન અનામુલ હક પ્રથમ જ બોલ પર આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ તામિલ ઇકબાલે મેહંદી હસન, થીસારા પરેરા સાથે ઇનિંગ આગળ વધારી હતી. તામિલ ઇકબાલે 53 બોલમાં 6 ચોગ્ગા અને 4 સિક્સરની મદદથી 74 રન બનાવ્યા હતા.
181 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કુમીલા વોરિયર્સ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવી દિધી હતી. ડેવિડ મલાન અને સૌમ્યા સરકારે ઇનિંગને આગળ વધારી હતી.