શ્રીધરે ટ્વીટર પર લખ્યું, “એક ગૌરવાન્વિત ભારતીય નાગરિક તરીકે હું પ્રધાનમંત્રી રાહત ફંડમાં બે લાખ અને 1.5 લાખ રૂપિયા તેલંગાના મુખ્યમંત્રી રાહત કોષમાં 50,000 રૂપિયા સિકંદરાબાદ કેન્ટ બોર્ડમાં આપવાનો નિર્ણય કર્યો છે.”
હાલમાં ઘણાં ખેલાડી કોરોના વાયરસ સામે લડાઈમાં ખુલીને આગળ આવી રહ્યા છે. વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ ત્રણ કરોડ રૂપિયાની મદદ કરી છે. રોહિત શર્માએ 80 લાખ અને અજિંક્ય રહાણેએ 10 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત સચિન તેંડુલકરે 50 લાખ રૂપિયાની મદદનો નિર્ણય કર્યો છે.
કેકેઆર પણ આવ્યું આગળ
ઇન્ડિ પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી કોલકાત નાઈટ રાઈડર્સે પણ આ લડાઈમાં મદદ માટે હાથ લંબાવ્યો છે. કોલકાતા નાઈટરાઈડર્સે મહારાષ્ટ્ર સરકાર અને પશ્ચિમ બંગાલ સરકારને ડોક્ટર્સ માટે 50 હજાર પીપીઈ સેટ આપવાની જાહેરાત કરી છે.